ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા વરસાદને પગલે અનેક ગામના રસ્તા ધોવાઇ ગયા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવતા લોકો તેમજ એક ગામથી બીજા ગામ જતા મુસાફરો ને હાલાકી પડી રહી છે ખાસ કરીને આ સ્થિતિ મોરબી તાલુકાના ગોર ખીજડીયા વનાળીયા માનસર નારણકા સહિતના ગામને જોડતા રોડ જે વાવડી ગામના પાટિયાથી શરુ થઇ નારણકા ગામને જોડે છે આ રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે અને રાત્રીના સમયે અંધારામાં આ ખાડા વધારે જીવલેણ બની રહ્યા છે ત્યારે સમસ્યા ને ધ્યાને લઇ મોરબી તાલુકાના ગોર ખીજડીયા,વનાળીયા નારણકા માનસર સહિતના 4 ગામના સરપંચોએ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી તેમના ગામની સ્થિતિ અંગે વ્યથા ઠાલવી હતી હાલ દિવાળી પર્વ નજીક આવી રહ્યો હોય તહેવારના સમયે લોકો તેમના વતન આવતા હોય અને તેના કારણે રસ્તા પર વાહનોની અવર-જવર વધશે અને અકસ્માત થવાની શક્યતાને ધ્યાને લઇ વહેલી તકે રોડ નું રિપેરિંગ કામ કરવાની માંગણી કરાઈ છે જો તંત્ર ૮ દિવસમાં કામ શરુ નહી કરે તો આંદોલન ની ચીમકી ચારેય ગામના સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મોરબીના વાવડી પાટિયા થી નારણકા સુધીના રસ્તા પર જીવલેણ ખાડા દુર કરવા પંચાયતોની માગ
RELATED ARTICLES


