HomeGujaratમોરબીમાં બેંગલ ગ્રુપ કમીટી દ્વારા દુર્ગા પુજાનું શાનદાર આયોજન

મોરબીમાં બેંગલ ગ્રુપ કમીટી દ્વારા દુર્ગા પુજાનું શાનદાર આયોજન

મોરબી: બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા મોરબી માં તા.27 સપ્ટેમ્બર 2025 થી ત્રિનેત્રેશ્રવરીમાં દુર્ગે તુમિ દુર્ગતિનાશિની ની ભવ્ય થીમ પર આધારીત દુર્ગા પુજાનું વિરાટ અને શાનદાર આયોજન.

મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી આદિશકિત માં દુર્ગાના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. માં દુર્ગા ત્રિનેત્રેશ્રવરી છે જે દુર્ગતીનો નાશ કરે છે અને સદગતી પ્રદાન કરે છે માં દુર્ગાના ત્રણનેત્ર ભુત,વર્તમાન,અને ભવિષ્યના સુચક છે તો ઘણી વખત જ્ઞાન,સમજ,અને વિવેકના પણ દર્શક છે દેવી દર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા જે મોહિતભાઈ રાવલ જણાવ્યુ છે.

દુર્ગા પૂજામાં ભક્તિ, શક્તિ અને મુક્તિનો મહા ત્રિવેણી સંગમ છે હર એકના જીવનમાં મુશ્કેલી પરેશાની કઠિનાઈ છે મા દુર્ગા એ પણ મહિસાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અનેક રૂપ લીધા હતા અને અનેક મુશ્કેલીનો સામનો કરી અને મહિસાસુર નો વધ કર્યો હતો. જેના પરથી આપણને સંઘર્ષની પ્રેરણા મળે છે. નવ દિવસના યુદ્ધ પછી દસમા દિવસે મહિષાસુર ઉપર વિજય મેળવ્યો તેથી તેને વિજયા દશમી કહેવામાં આવે છે આમ દુર્ગા પૂજામાં જીવનનો મૂળ સાર છુપાયેલો છે.

દુર્ગા પુજામાં બલ, બુધ્ધી, જ્ઞાન, સમજ, વિવેક, ન્યાય, સત્ય અને જીવનને ઉચ્ચધ્યેય નો મહા સંગમ છે. દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી, વિગત, જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.7990215099 અને શ્રીરામભાઈ મંડલનો સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW