HomeGujaratરાજ્યમાં આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ- મધ્ય ગુજરાત અને...

રાજ્યમાં આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ- મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમની અસર શરુ

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ્રેશન બની મહારાષ્ટ્ર સુધી પહોચી ગયું છે અને આગામી 12 કલાકમાં તે ગુજરાતમાં પ્રવેશી ગુજરાતમાંથી પસાર થઇ અરબી સમુદ્ર તરફ જશે આડીપ્રેશન સીસ્ટમની 4 દિવસ અસર રહેશે અને રાજ્યના લગભગ મોટા ભાગના જિલ્લામાં મધ્યમથી ભારે તો ક્યારે અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ વરસાદી સીસ્ટમની હાલ અસર શરુ થઇ ગઈ છે અને તેના કારણે દક્ષીણ ગુજરાતના તાપી વાપી વલસાડ સુરત ડાંગ મરુચ સહિતના જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી સહિતના જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે આગામી 12 કલાકમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લા ને બાદ કરતા બાકીના તમામ જીલ્લામાં વરસાદી માહોલ સર્જાશે

તા 29થી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે 28થી 2 ઓક્ટોબર સુધી મોટાભાગના જિલ્લામાં વરસાદ થશે તો કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે સોમવાર ના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ને ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બાકીના જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે

30 સપ્ટેમ્બર માટે અમરેલી ભાવનગર દીવ માટે રેડ એલર્ટ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સહિતના જિલ્લાને ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લા માટે યેલો એલર્ટ આપ્યું છે

રાજ્યમાં 28 સપ્ટેમ્બર થી 2  ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે હાલ સૌરાષ્ટ્ર માં મગફળી અને કપાસનો પાક હાલ તૈયાર થઈગ ગયો છે અને ઘણા ખેડૂતો પાક ઉતારવાનું આયોજન કરી રહ્યા છે આવા સમયે આ વરસાદ ચોમાસું પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW