મોરબી-કંડલા બાયપાસ રોડ પાસે આવેલ શ્રીજી સોસાયટીના શ્રીજી પેલેસમાં રહેતા ચાર્મીબેન ધર્મેશભાઈ કાલાવડીયા નામની યુવતી ગત તા. 21/09/2025ના રોજ રવાપર ઘુનડા રોડ પર આવેલ નંદવન હાઇટ્સ ફ્લેટના છઠ્ઠા માળેથી રૂમની ગેલેરીમાંથી કોઈ કારણસર નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીમાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

