મોરબીના સામાકાઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં રહેતા કિશનભાઇ દિનેશભાઇ છેલાણીયા નામના યુવાને ગઈકાલના રોજ પોતાના રહેણાંક મકાને કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સીટી બી-ડિવિઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

