મોરબીના મકનસરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની રવિભાઈ જગદીશભાઈ નારણીયાએ આરોપી GJ-36-T-9995 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી રવિભાઈ તેમજ સાહેદ ખુમાનસિંગ રાઠોડ એ બંને રવિભાઈના હોન્ડા કંપનીનું ડ્રીમ ડીલક્સ મોડલનું GJ-36-AD-1070 નંબરનું બાઈક લઇને જાંબુડીયા ગામથી મકનસર જતા હતા, ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર એપેક્ષ હોસ્પીટલ સામે મેઇન રોડ ઉપર પહોચતા GJ-36-T-9995 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી રવિભાઈના બાઈકને હડફેટે લેતા રવિભાઈને શરીરે છોલછાલ કરી તેમજ ડાબા પગના ઢીચણ નીચે ગંભીર ઇજા કરી તેમજ સાહેદ ખુમાનસીંગ રાઠોડને બંન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

