મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી અવારનવાર ઓવરફ્લો થઈને અથવા કેનાલમાં ભાંગ તોડ થવાથી કચ્છના નાના રણમાં જતું રહે છે આ ઉપરાંત તંત્ર દ્વારા પણ વધારાના પાણીના નિકાલ માટે ખોડ ગામ બાજુમાં જગ્યા મૂકેલી છે આ પાણી પણ ત્યાંથી મોટા પ્રમાણમાં કચ્છના રણમાં જતું હોય છે જેના કારણે અગરને પણ નુકશાન થઈ રહ્યા છે જેના કારણે વર્ષે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે અગરિયા હિત રક્ષક મંચના મારુતિસિંહ બારૈયા દ્વારા મોરબી જિલ્લાના માળિયા હળવદ તાલુકાના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં આ પાણીના બગાડને અટકાવવા માટે અલગ અલગ જગ્યાએ નાના ચેકડેમ બનાવવાની રજૂઆત કરી છે જેમાં નર્મદા કેનાલના પાણી નિકાલ માટે જે ખોળ ગામમાં જગ્યા મૂકેલી છે ત્યાં ચેકડેમ બનાવવા માલણીયાદ ની બાજુમાં કંકાવટી નદી આવેલી છેત્યાંથી જેતે રણની દિશા બાજુનો ભાગ છે ચેક ડેમ બનાવવા માનગઢ બાજુમાં વોકડો નીકળે છે જે આસપાસ નાનો ચેકડેમ બનાવવા ટીકર ગામથી જેવો નીકળે છે ત્યાં એક શક્તિ માતા ન મંદિર પાસે , જુના ઘાટીલા થી નવા ઘાટીલા વચ્ચે ના વોકળા,મચ્છુ નદીમાં બીજો ફાંટો આંકડિયા રણ તરફ જતો હોય તે સ્થળ પર ચેક ડેમ બનાવવા રજૂઆત કરી છે
આ ઉપરાંત મંદરકી ગામનું તળાવ કિડી ,ખોડ, માનગઢ, નવા ઘાટીલાનું તળાવ,ટીકર ગાંજાની બાજુમાં મિહારી તળાવ, વેણાસર ,ની રણકાઠી પર આવેલા તળાવ તેમજ હરિપર ગામનું તળાવ ઊંડું કરવામાં આવે તેવી માંગણી કરી હતી.