HomeGujaratસલમાનની નવી ફિલ્મ 'અંતિમ'માં એક્ટ્રેસ મહિમા ગુજરાતી છે, આ રીતે મળ્યો બ્રેક

સલમાનની નવી ફિલ્મ ‘અંતિમ’માં એક્ટ્રેસ મહિમા ગુજરાતી છે, આ રીતે મળ્યો બ્રેક

સલમાનની નવી ફિલ્મ ‘અંતિમ’માં ગુજરાતી એક્ટ્રેસ, આ રીતે ચમક્યુ નસીબ

સલમાન ખાનની નવી ફિલ્મ ‘અંતિમ’ રીલિઝ થઈ ચૂકી છે. સલમાન ખાન આમ પણ નવા કલાકારોને ચાન્સ આપવામાં માને છે. સલમાન ખાને ઘણા આર્ટિસ્ટને તક આપી છે. તાજેતરમાં આવેલી સલમાન ખાનની ફિલ્મમાં ચાર યુવતીઓએ કામ કર્યું છે. જે મૂળ ગુજરાતી છે. આ ફિલ્મમાં આયુષ શર્મા સાથે જે એક્ટ્રેસ કામ કરે એનું નામ મહિમા મકવાણા છે. આ ફિલ્મથી મહિમાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. 22 વર્ષની આ યુવતી મૂળ ગુજરાતી છે. જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે.

મહિમા મકવાણાનો જન્મ વર્ષ 1999માં મુંબઈમાં થયો હતો. એનો પરિવાર દહીંસર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતો હતો. એના પરિવારમાં એક ભાઈ અને માતા છે. મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. માસ મીડિયામાં બેચલર ડિગ્રી લીધી છે. જ્યારે એનો ભાઈ એકાઉન્ટન્ટ છે. જ્યારે તે ચાર મહિનાની હતી ત્યારે પિતાનું કિડની ઈન્ફેક્શનથી અવસાન થયું હતું. પિતા મિસ્ત્રી કામ કરતા હતા. જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેણે ફિલ્મ ક્ષેત્રે કામ કરવાનું ચાલું કરી દીધું હતું. તેણે 500થી વધુ ઓડિશન આપ્યા હતા. પરંતુ તે તમામ ઓડિશનમાં રિજેક્ટ થઈ હતી. તેને હંમેશાં માતાએ પ્રોત્સાહન આપ્યું છે. વર્ષ 2008માં મહિમાએ એક બાળ કલાકાર તરીકે પહેલી ટીવી સિરિયલ ‘મોહે રંગ દે’માં કામ કર્યું હતું. એ બાદ તેણે ‘બાલિકા વધૂ’, ‘મિલે જબ હમતુમ’, ‘સવારે સબકે સપને..પ્રીતો’, ‘આહટ’, ‘CID’ જેવી જાણીતી સીરીયલ્સમાં કામ કર્યું હતું.

વર્ષ 2012માં મહિમાએ ટીવી સિરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલથી મહિમા ઘેર-ઘેર જાણીતી થઈ હતી. પછી તેને આગળ કામ મળતું ગયું હતું. 16 વર્ષની હતી ત્યારે તેણે મીરાં રોડ પર એક ફ્લેટ ખરીદ્યો હતો. જ્યાં તે માતા અને ભાઈ સાથે રહે છે. આ સીરીયલ્સ ઉપરાંત પણ ‘સપને સુહાને લડકપન કે’ બાદ મહિમા ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 4’માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે દેખાઈ હતી. ‘દિલ કી બાતે દિલ હી જાને’, ‘કોડ રેડ’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘અધૂરી કહાની હમારી’, ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’, ‘કુમકુમ ભાગ્ય’, ‘મરિયમ ખાનઃ રિપોર્ટિંગ લાઇવ’ તથા ‘શુભારંભ’માં જોવા મળી હતી. વર્ષ 2017માં તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી. આ ફિલ્મનું નામ હતુ ‘વેંકટાપુરમ.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW