HomeGujaratવાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ યોજાઈ

વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ યોજાઈ

વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતી તેમજ વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ માર્કેટ ચોક ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ હતી. તે હરીફાઈમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં 23 લોકોએ ચાલુ વરસાદે આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.

આ સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમે વરડુસર ગામનાં રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા આવેલા હતા. તેમને 17 લાડવા ખાઈને રૂપિયા 11000 (અગીયાર હજાર) રોકડ રકમનું ઈનામ જીતેલ હતું. જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામનાં ગોરધનભાઈ સામજીભાઈ સાપરા રહ્યા હતા. તેમને 16.5 લાડવા ખાઈને રૂપિયા 8000 (આંઠ હજાર)રોકડ રકમનું ઈનામ જીતેલ હતું. જ્યારે ત્રીજા ક્રમે ખાનપર ગામનાં કરશનભાઈ પોલાભાઈ ડાભી રહ્યા હતા. તેમને 16 લાડવા ખાઈને રૂપિયા 5000 (પાંચ હજાર) રોકડ રકમનું ઈનામ જીતેલ હતું.

આ ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયા, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ વોરા સહિત વરસાદી વાતાવરણમાં પણ બહોળી સંખ્યામાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ આ હરીફાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અને આ હરીફાઈમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવનાર તેમજ આ હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW