HomeGujaratમોરબીમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબીમાં કુ-પોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કીટનું વિતરણ કરાયું

સંયુક્ત રાષ્ટ્ર(UNO) દ્વારા વર્ષ – 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે મોરબી સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલષચંદ્ર ભટ્ટ તથા આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવના હસ્તે ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી ઘટક-1 અને ઘટક-2 માં નોંધાયેલ કુ-પોષિત બાળકો (SAM)ને  મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને તેમજ સગર્ભા માતાઓને દૈનિક પોષણયુકત આહાર, ફણગાવેલ કઠોળ, ઘરે બનાવેલ આહાર મળી રહે તે માટેકુ-પોષિત બાળકોની માતાઓ તથા લગત આંગણવાડી વર્કર બહેનોને માહિતગાર કરવા તથા બાળકોની શારીરીક તંદુરસ્તી જળવાય રહે અને બાળકોનું ભવિષ્ય ઉજળુ બને તે માટે પહેલ કરવામાં આવી તેમજ બાળકોને બજારના જંકફૂડ ન આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સહકારી મંડળીઓ, મોરબી જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, ICDS શાખા, જિલ્લા પંચાયત,  મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી, સહકારી મંડળીઓના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW