HomeGujaratમોરબીમાં 15મી ઓગસ્ટે જાહેરમાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની...

મોરબીમાં 15મી ઓગસ્ટે જાહેરમાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની ધરપકડ

મોરબી SOG ટીમ સોશ્યલ મીડીયા આઈ.ડી. ranvijay.kumar.792માં તથા ફેસબુક આઈ.ડી. Ranvijay Kumarમાં રણવિજયકુમારે હથિયારથી ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કરેલ હોય જેની તપાસમાં SOGને મળેલ બાતમી આધારે આઈ.ડી. ranvijay. kumar,792 માં તથા ફેસબુડ આઈ.ડી. Ranvijay Kumar વાળાનું નામ સરનામું મેળવી ઇસમ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ ઈન્ડમટેક્ષ ઓફીસ પાછળ ડુમાર ઇન્ડસ્ટ્રીઝ પાસે મળી આવતા તેની પુછપરછ કરતા પોતે સ્વાતંત્ર્યદિનના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી દરમિયાન પોતે રાષ્ટ્રીય તહેવાર દરમ્યાન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કર્મચારીઓ/મજુરોને એકત્ર કરી આ તહેવારની ઉજવણી દરમિયાન પોતે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરેલ હોવાનું જણાવ્યું હતું. જે રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ નામના શખ્સ પાસેથી મળેલ 1 પિસ્તોલ, 4 જીવતા કાર્ટીઝ તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. 75,400નો મુદામાલ કબ્જે કરી ઈસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW