HomeGujaratમોરબીના ઉદ્યોગને પડતી સમસ્યાઓના ઉકેલની માંગ સાથે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિ મંત્રીઓને...

મોરબીના ઉદ્યોગને પડતી સમસ્યાઓના ઉકેલની માંગ સાથે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિ મંત્રીઓને મળ્યા

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. જેમાં તેઓએ મોરબીના નાના મોટા ઉદ્યોગના વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા આ પ્રશ્નોમાં મહત્વ ની માંગ જીએસટી સ્લેબ ઘટાડો કરવા તેમજ પેપરમિલ ઉદ્યોગમાં મળતી સબસીડી યથાવત રાખવાની હતી પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી. નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.અને તેમની માંગણી કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય સુધીં પહોચાડવાની ખાતરી આપી હતી.

ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં 45 દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW