મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સંસ્થાના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ સંદર્ભે સાક્ષરતા દિવસની ઉજવણી આર્થિક રીતે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ત્રિપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ તદ્દન ફ્રી માં કરાવવામાં આવશે.
મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવતા સાક્ષરતા દિવસની ઉજવણી જે વિદ્યાર્થીઓ પોતાના ઉજવળ ભવિષ્ય માટે જે અત્યંત જરૂરી છે, તેવા કોમ્પ્યુટરના ત્રિપલ સી સર્ટિફાઇડ ક્લાસ આર્થિક સંકળામણને કારણે કરી શકતા નથી. તેઓ માટે ફ્રીમાં આ કોર્સ શીખવાની ઉત્તમ તક આપી રહ્યું છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા ક્લબ પ્રમુખ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા જણાવે છે કે મોરબીમાં ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા સુજાતન કોમ્પ્યુટર ક્લાસમાં ત્યાંના ખૂબ જ હોશિયાર તેમજ સેવા ભાવિ શિક્ષિકા હીનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ આ કોર્સ અત્યાર સુધીમાં સાક્ષરતા દિવસ ઉજવણી હેઠળ લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. આ વર્ષે પણ આ શિક્ષણ યજ્ઞને આગળ વધારતા મોરબી શહેરના કોઈપણ જરૂરિયાત મંદ વિદ્યાર્થી કે જે ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા હોય તેને આ કોર્સ કે જેની સામાન્ય રીતે ફી 2500 થી 3000 રૂપિયા હોય છે તે તદ્દન ફ્રી માં શીખવાડવામાં આવશે. તો આનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ હીનાબેન પરમાર નો સંપર્ક કરવાનો રહેશે.
ખાસ જણાવવાનું કે માત્ર આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને જ આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ આ નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવાની હોય લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તરત જ સંપર્ક કરવો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટેના કાયમી દાતા માધાપર કચ્છ હાલ દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે.
વધુ જાણકારી માટે સંપર્ક કરો- હીનાબેન પરમાર – 98259 30156
(સુજાતન કોમ્પ્યુટર સેન્ટર)

