HomeGujaratપ્રાથમિક સુવિધાથી વંચિત વિસીપરામાં રૂ 5 કરોડના ખર્ચે ડ્રેનેજ અને રોડના કામ...

પ્રાથમિક સુવિધાથી વંચિત વિસીપરામાં રૂ 5 કરોડના ખર્ચે ડ્રેનેજ અને રોડના કામ થશે

મોરબી શહેરનો વોર્ડ 2 માં આવતો વિસીપરા મેઈન રોડ જે પ્રસિદ્ધ શાંતિવન આશ્રમ તેમજ અમરેલી ગામને તેમજ આસપાસની સોસાયટીને જોડતો મુખ્ય રોડ હોય આ રોડ  નજીક હાઇસ્કુલ, મેરી ટાઇમ બોર્ડ ઓફીસ સહિતની કચેરી પણ આવેલી હોવા છતાં વર્ષોથી રોડની હાલત દયનીય છે સ્થિતિ એટલી ખરાબ છે  કે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં લોકો જવાનું પણ ટાળે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની હાલત અત્યંત દયનીય છે આ બાબતે વર્ષોથી અનેક વખત રજૂઆત કરવા છતાં કામ ચલાઉ રીપેરીંગ કરી સંતોષ માની લેવાતો હતો
થોડા સમય પહેલા આ વિસ્તારમાં લોકો દ્વારા મનપામાં રજૂઆત કરી હતી અને રોડ રસ્તાના તેમજ ભૂગર્ભ ગટરના રોડના કામ મુદે ઉગ્ર આંદોલનની ચીમકી આપતા કમિશ્નર સ્વપ્નીલ ખરે મનપા ટીમ દોડતી થઇ હતીએ ને રાત્રી વિઝીટ લઇ સ્થળ ચકાસણી કરી હતી
લાંબા સમય બાદ મનપાની સિવિલ શાખા અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા રોડની કામગીરી માટે સર્વે કરવામાં આવ્યો હતો અને રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની જરૂરિયાત માટે સર્વે કરી એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને ડીપીઆર તૈયાર કરી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનન્સ બોર્ડ માં મંજુરી માટે રજુ કર્યું હતું  મ્યુનિસિપલ ફાઈનન્સ બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટને મંજુરી આપી હતી મનપા દ્વારા આ વિસ્તારમાં રૂ 5 કરોડના ખર્ચે 12 મીટર પહોળાઈ સાથેનો રોડ બનશે આ રોડ પહેલા સમગ્ર વિસ્તારમાં ભુગર્ભ અને વરસાદી પાણી નીકાલ ના આયોજન સાથે 600 મીમીની વ્યાસ ધરાવતા પાઈપ ફીટીંગ કરવામાં આવશે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW