તાપી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ દાખલ થયેલા કેસમાં કાર્યવાહી ન કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હતી. એસસી-એસટી સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત દ્વારા શરૂઆતમાં 4 લાખની માગણી કરવામાં આવી હતી. વાટાઘાટ બાદ આ રકમ 1.50 લાખ નક્કી થઈ હતી.
ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. તા.20 ઓગસ્ટ 2025ના રોજ કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ખાનગી વાહનમાં લાંચ લેવા આવ્યા હતા. જો કે, તેમને શંકા જતાં નાણાં લીધા વગર જ ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ ACBની ટીમે DySP અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

