માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામમાં આવેલા અનુસૂચિત જાતિ વિસ્તારમાં વર્ષ 2011 પેવર બ્લોકનું કામ મંજૂર થયું €હતું જે કામ ભુરાલાલ ખીમજીભાઈ મુનશી ને સોંપવામાં આવ્યું હતું જેથી ભુરાલાલે કામગીરી પૂર્ણ કરી હતી. અને ગ્રાન્ટ મોડી હોય જેથી હાલ તમામ ચૂકવણી કરી આપવા જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે રૂપિયા ચૂકવશે તેમ સરપંચ કાનજી વશરામ ડાંગરે જણાવતા ભુરાલાલે રેતી કપચી મજૂરી સહિત રૂ.22,775 ચૂકવી દેતા હતા પણ થોડા દિવસો બાદ જ્યારે રૂપિયાની માગણી કરી તો અલગ અલગ બહાના બતાવ્યા હતા બાદમાં જ્યારે ગ્રામ પંચાયત ની મિટિંગ મળી ત્યારે 8 સભ્યો હાજર હતા જોકે આ મિટિંગમાં કોઈ ઠરાવની સહીઓ લેવાઈ ન હતી પણ પાછળથી ખોટો ઠરાવ કરી કોઈની સહી લીધા વિના સરપંચ કાનજી ડાંગર ઉપ સરપંચ ફતુભા જશુભા જાડેજા અને તલાટી મંત્રીને અજીતભાઈ અંબારીયાએ ખોટી સહી કરી ઠરાવ કરી ચેકમાં સહીઓ કરી રૂ.22,775 ઉપાડી લઈ તેની ચૂકવણી કરવાને બદલે ત્રણેય આરોપીઓ અંગત વપરાશ કરી લીધો હતો આ અંગે ભુરાલાલે માળિયા પોલીસ મથકમાં કરેલી ફરિયાદ ના કેસ માળિયા સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે જેમાં માળિયા કોર્ટના પ્રથમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અર્જુન સિંહે ચુકાદો આપતા ત્રણેય આરોપીને દોષિત ઠેરવ્યા હતા અને 6 માસની કેદ તેમજ રૂ 10000 નો દંડ ફટકાર્યો હતો
મોટીબરારમાં રોડનું કામ કરાવ્યા બાદ ચૂકવણું કરવાને બદલે રૂપિયા બારોબાર ઉપાડી લેનાર તત્કાલીન સરપંચ, ઉપસરપંચ અને તલાટીને કોર્ટે ફટકારી 6 માસની કેદ
RELATED ARTICLES


