HomeGujaratટંકારામાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ટંકારામાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ટંકારા ગામની સીમ બારનાલાથી ભરડીયા તરફ જતા આવેલ આરોપી કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુના ઝહરા ફાર્મ હાઉસ રેડ કરી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમતા કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુ, કિશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા, કાદરમિયા જીવામિયા સૈયદ અને દીલાવરભાઇ મુસાભાઇ ભાણુને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ. 40,500, 4 મોબાઈલ અને 4 બાઈક સહીત કુલ રૂ. 1,46,000નો મળેલ મુદ્દમાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW