હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદના ગૌરી દરવાજા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી ઘનશ્યામભાઈ નાનજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમતા ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમાર, ભરતભાઇ મનજીભાઇ તારબુંદીયા, દિનેશભાઇ કરશનભાઇ પરમાર, વિપુલભાઇ રણછોડભાઇ રાઠોડ, પિયુષભાઇ દનાભાઇ રાઠોડ અને ગૌતમભાઇ ગણેશભાઇ ચૌહાણને રોકડ રૂ. 73,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તે જુગારીઓ સામે પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

