HomeGujaratમોરબી જિલ્લાની કુલ 10 ગ્રામ પંચાયતોમાં PMAYના લાભાર્થીઓના આવાસોમાં વ્રુક્ષારોપણ કરાયું

મોરબી જિલ્લાની કુલ 10 ગ્રામ પંચાયતોમાં PMAYના લાભાર્થીઓના આવાસોમાં વ્રુક્ષારોપણ કરાયું

આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ 10 ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંબાના 150 છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામપંચાયતમાં રહેલા લાભાર્થીને 2500 આંબાના છોડનું વિતરણ કરવામાં આવેલ છે.

NRLM યોજના અંતર્ગત સ્વસહાય જૂથની બહેનોને તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓના પરિવારના સ્વાસ્થ માટે ઓર્ગેનિક અને તાજા શાકભાજી મળી રહે તેમજ આર્થિક રીતે પણ મદદ થાય તેવા હેતુથી પોતાના ઘરના આંગણે કે ફળિયામાં કિચન ગાર્ડન કરી શકે તેવા હેતુથી કિચન ગાર્ડનની કુલ 1000 કીટનું પણ વિતરણ કરવામાં આવેલ છે. મનરેગા યોજના હેઠળ કુલ 470 જેટલા આંબાના છોડનું વૃક્ષરોપણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત વનીકરણ હેતુથી જિલ્લાની અલગ-અલગ ગ્રામ પંચાયતમાં વધુ 2000 આંબાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે.

આમ જિલ્લામાં કુલ 5000 આંબાના છોડનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના બગથળા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેશકુમાર ભટ્ટ અતિથિ રુપે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત હળવદ તાલુકાના રણજીતગઢ ગામે જિલ્લા પંચાયત કચેરીના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે જિલ્લા પંચાયત સદસ્ય ઝહીર અબ્બાસભાઈ શેરશીયા અને ટંકારા તાલુકાના હમીરપર ગામે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અલ્પેશભાઈ દલસાણીયા અતિથિરુપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, ગામના તલાટીમંત્રીઓ, સરપંચો તથા ગ્રામ પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને વ્યક્તિગત રીતે વૃક્ષ વિતરણ કર્યું. સરકારના પ્રયાસોને લોકો સુધી પહોંચી વળાવવા માટે આવા કાર્યક્રમો આવશ્યક છે.

આ ફળદ્રુપ વૃક્ષોનો ઉદ્દેશ્ય એ છે કે દરેક ઘરો પાસે પોતાનું એક છૂટક ફળદ્રુપ વૃક્ષ હોય, જે આર્થિક તેમજ પોષણમાં સુધારો લાવશે. આ સાથે જ, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સાચવવાના સંદેશને પણ આગવી રીતે વિસ્તૃત કરવામાં આવ્યો.આ ભવિષ્યદ્રષ્ટિથી ભરેલું આયોજન ગામોના સર્વાંગી વિકાસનો માર્ગ કરતું ઉમદા પગલું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW