મોરબી પોલીસે જિલ્લામાં 13 રેડ કરી 71 સામે ગુન્હો નોધ્યો પરંતુ એક પણ જુગારી પાસે મોબાઈલ કે વાહન કેમ ન મળ્યા
શ્રાવણ માસ શરુ થતાની સાથે જ મોરબી જિલ્લામાં જાણે જુગાર મોસમ ખીલી હોય તેમ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર જુગારની મહેફીલો જામી રહી છે સાથે સાથે જાણે પોલીસની પણ રોકડી કરવાની સીઝન ખુલ્લી હોય તેવી સ્થિતિ બની રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી જિલ્લા પોલીસે માત્ર 4 દિવસમાં અલગ અલગ 13 સ્થળે જુગારની રેડ કરી હતી અને કુલ 71 જેટલા જુગારીઓ સામે ગુનો નોધ્યો હતો સાથે સાથે જે સ્થળેથી જુગાર રમાઈ રહ્યો હતો તેવા જુગાર ની પટ્ટ માંથી રોકડ રકમ પણ મળી હતી જેની અંદાજીત કિંમત 4.લાખ 41 હજાર કરતા પણ વધુની થાય છે જોકે આ જુગારની રેડમાં એક પણ સ્થળેથી પોલીસને મોબાઈલ કે વાહન હાથમાં ન આવતા ભારે આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે
મોરબી જિલ્લા પોલીસ ની આબરૂ ધૂળ ધાણી કરતી ઘટના ટંકારા પોલીસ મથકમાં એક વર્ષ પહેલા બની હતી જેમાં કમ્ફર્ટ રિસોર્ટમાં બની હતી અને શરુઆતમાં પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર પકડવાના દાવા શરુ કર્યા હતા જો કે બાદમાં પોલીસે તેમાં કરેલ તોડ ની ફરિયાદ સામે આવી હતી અને આરોપીઓના મીડિયામાં વિડીયો ન બનાવવા,તેમજ તાત્કાલિક જામીન આપવા ના નામે મીડિયા કર્મીઓના નામે પણ મોટા પાયે તોડ થયા હોવાના પણ દાવા થયા હતા મુદ્દો ચમકતા જે તે વખતના પી આઈ ગોહિલ અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ ગુના નોધવા પડ્યા હતા જોકે ફરી એકવાર મોરબી જિલ્લા માં આવી સ્થિતિતો નથી બની રહી ને કારણ કે પોલીસ છેલ્લા કેટલાક સમયથી અમુક પ્રેસનોટ રીલીઝ કરે છે જેમાં માત્ર નાના જુગારીઓ પકડાય તો તેના નામ અને ફોટો સાથેની વિગત જાહેર કરે છે પરંતુ કેટલીક ઘટનામાં પોલીસ આરોપીઓની કોઈ વિગત પણ જાહેર કરતી નથી તો શું પોલીસ મીડિયામાં માહિતી જાહેર નહી કરવા તેમજ જુગાર દરોડા બાદ પોલીસ મથકમાં વધુ સમય રોકાવવા નહી દે તેના માટે તોડ તો નથી કરવામાં આવતો ને તેવા સવાલ ઉઠયા છે
પોલીસ મથકમાં થતી ગતિવિધિ માટે સીસીટીવી રાખવામાં આવે છે જો જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં લાગેલા સીસીટીવીની તપાસ કરાય તો જુગાર રેડમાં પકડાયેલ આરોપીઓની ગતિવિધિ ત્યાં આપવામાં આવતી સવલતો અને દરોડામાં પકડાયેલ આરોપીઓ કેટલો સમય રહે છે લોક અપમા રાખવામાં આવે છે કે કેમ તે માહિતી સામે આવી શકે છે
મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકમાં હાઈ પ્રોફાઈલ કન્ફરટ રિસોર્ટ જુગાર કેસમાં પી આઈ અને પોલીસ કર્મી વિરુદ્ધ લેવાયેલ એક્શન બાદ જાણે ટંકારા પંથકના જુગારીઓ પણ હવે જુગાર રમવાનું બંધ કરી દીધુ હોય તેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે આ સાથે મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કાયદા હોય તે પ્રકારનો પણ ઘાટ જોવા મળી રહ્યો છે અમુક પોલીસ મથકમાં જુગારીઓને પકડ્યા બાદ તેમની પ્રેસ નોટ અને જુગારીઓના ફોટો મુકુવામાં આવી રહ્યા છે જયારે અમુક પોલીસ મથકમાં પ્રેસ નોટ જાહેર કરી દઈ પોલીસ વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે શું એક જિલ્લાની અંદર આ પ્રકારે બે કાયદા હોય શકે તેવા પ્રયાસ થાય છે
અંગત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ જુગારીઓ પાસેથી ફોટો જાહેર ન કરવા, રાત્રી દરમિયાન લોક અપમા ન રાખવા, દરોડામાં પકડાયેલ તમામ મુદામાલ ન દેખાડવાની પોલીસે તગડી રકમ વસુલવાની અલગથી સવલત ઉભી કરવામાં આવી છે

