પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસધકારી વિકાસ સહાય, ગુ.રા.ગાંધીનગ૨ ,તથા પોલીસ મહાનીરીક્ષક પ્રેમ વી૨ સિંહ, સુરત વિભાગ, સુરતનાઓની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ક૨ા૨ાજ વાધેલાનાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ચાર વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવેલ.
ઘણાં કિસ્સાઓમાં ગુમ/અપહ૨ણ બાળકો તથા વ્યક્તિઓ (પુખ્તવયના) ૨ાજય/જીલ્લા બહા૨ ૨હેતા હોવાનું ધ્યાને આવેલ હતું. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજય/જીલ્લામાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપના૨નો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસ૨થી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ સધન અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતું.
આ અભિયાનમાં માહે જુલાઇ-2025 એમ ફ્કત એક જ માસના ટુંડા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ- 15તથા સ્ત્રી-પુરૂષ કુલ- 32 મળી કુલ- 47 તથા અન્ય જીલ્લા/રાજયના ગુમ/અપહરણ થયેલ બાળકો- 5 અને સ્ત્રી- 1 મળી કુલ- 53 વ્યકિત/બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.

