HomeGujaratમોરબીના SP રોડથી આલાપ પાર્ક સુધી રૂ 5.57 કરોડના ખર્ચે રોડ...

મોરબીના SP રોડથી આલાપ પાર્ક સુધી રૂ 5.57 કરોડના ખર્ચે રોડ બનશે

મોરબી શહેરના અલગ અલગ રોડ રસ્તાને લઇ ફરિયાદ ઉઠતી રહે છે અને તેના કારણે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે થોડા દિવસ પહેલા આલાપ પાર્ક વિસ્તારમાં રોડ મુદ્દે થયેલી રજૂઆત બાદ મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મનપા ની સિવિલ શાખા અને સીટી બ્યુતીફીકેશન શાખા દ્વારા રવાપર  વિસ્તાર,એસપી રોડ આસપાસની સોસાયટી,કેનાલ રોડ થી લીલાપર રડો સુધી જવા માટે વર્ધમાન એપાર્ટમેન્ટ થી આલાપ પાર્ક થી લીલાપર સુધી જોડતો રોડ આવેલ છે જેમાં ટ્રાફિક જામની સમસ્યા ખુબ રહે છે

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા માં નિવારવા એસપી ચોકડીથી આલાપ પાર્ક સુધી આઇકોનિક રોડ બનાવવા ડીઈઆઆઈ બનાવી સરકાર માં મુકવામાં આવેલ હતો જેના અનુસંધાને ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા 5.57 કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલી છે જેથી મનપા દ્વારા આગામી દિવસમાં આ રોડ કામગીરી પ્રકિયા આગળ ધરશે

આ આઇકોનિક રોડમાં 1 મીટર ડીવાઈડર વિથ આઇકોનિક સ્ટ્રીટ લાઈટ રોડની બન્ને સાઈડ 7 મીટરનો કેરેજ વે સ્ટ્રોમ વોટર લાઈન તથા તેમજ દોઢ મીટરનો ફૂટપાથ ટીયર કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW