હળવદની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદીયાએ આરોપી ધનજીભાઈ ઉર્ફે ધનો બાલાભાઈ સોરીયા અને સામંતભાઈ ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે. બંન્ને હળવદ ખારીવાડીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મુકેશભાઈને વાડીના મજુર નીતાબેનને ફોન કરી જાણ કરેલ કે વાડીમાં દાડમના ખેતરમાં ભરવાડ ગાયો ચારવા આવેલ છે, તેમ ફોન કરી જાણ કરતા મુકેશભાઈ પોતાની વાડીએ ફોરવ્હીલ ગાડી લઇ જતા બન્ને દાડમના ખેતરમાં ગાયો ચારતા હોય જેથી ગાયો ચારવાની ના પાડતા ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયાએ મુકેશભાઈનું ગળુ તથા કાઠલો પકડી લીધેલ અને ગાળો દેવા લાગેલ અને લાકડી લઇ ફોરવ્હીલ ગાડીનો આગળનો કાંચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

