મોરબીના ઘૂટું ગામે રહેતા અને ખેતી કામ કરતા રતિલાલ ચતુરભાઇ દંતેસરીયા નામના વૃદ્ધને તેના જ ગામના આસીફ અલ્લારખાભાઇ સેવંગીયા નામના શખ્સ સાથે અગાઉ ખરાબામાં ટ્રકેટર ચલાવવા મુદે માથાકુટ થઇ હતી. જેનો ખાર રાખી ગત તા.-23/07ના રોજ રતિલાલ ભાઈ વાડીએથી ઘરે જતા હતા, ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી આસીફ અલ્લારખાભાઇ સેવંગીયા અને વસીમ સેવંગીયાએ ઝઘડો કર્યો હતો અને ગાળો આપી તેમના પર ધોકા વડે હુમલો કરી રતીલાલ ભાઈના હાથના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે રતિલાલભાઈની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

