HomeGujaratમોરબીના માળિયા ફાટક નજીકથી ગૌ રક્ષકોએ ક્રુરતાથી ભરીને લઇ જવાતા 28...

મોરબીના માળિયા ફાટક નજીકથી ગૌ રક્ષકોએ ક્રુરતાથી ભરીને લઇ જવાતા 28 ઘેટા બચાવ્યા ,કતલ ખાને લઈ જતા હોવાની આશંકા

મોરબી જિલ્લાના ગૌ રક્ષકોની ટીમ વીએચપી અને બજરંગ દળ ના કાર્યકરોને બાતમી મળી હતી કે  કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં અશોક લેલન બડા દોસ્ત ગાડીમાં જેમાં જીવોને ભરીને કતલ ખાને લઇ લઈ જતા હોય અને આ બાતમી આધારે મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વોચમાં બેઠા હતા તે દરમિયાન   કચ્છ બાજુથી આવતી GJ.12 BX4323 નંબરની  અશોક લેલન  ગાડી  આવતા તેને રોકાવી હતી  ગાડી ને માળીયા હાઇવે માળિયા ફાટક ની બાજુમાં રોકીને તેમાં ચેક કરતા  ઘેટા  જીવ 28 કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ના શકે એવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરપીન્ટ ના હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ કનૈયા બે શેખ ડાડા ના ડેલા માંથી ભરેલા હોય અને કતલ કરવા માટે મોરબી લઈ જવામાં આવતા હોય .. જીવોને મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને પોલીસ ના સંયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા જૅ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરીને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે પોલીસે સ્થળ પરથી ડ્રાઈવર હુસેનશા ઈબ્રાહીમ શા શેખ અને વેરશીભાઈ સુજાભાઇ કરોતરાને ઝડપી લઇ બન્ને વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ એકટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW