મોરબી અને માળિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા નગર પાલિકા, કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ પંચાયત વિસ્તારના લોકો તેમની રોડ રસ્તા ભૂગર્ભ ગટર પાણી સહિતની તમામ સુવિધાઓ બાબતની ફરિયાદ સીધી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કરી શકે અને આ ફરિયાદ મળ્યા બાદ ધારાસભ્ય તે સમસ્યાનું જે તે વિભાગને મોકલી તેની પાસેથી શક્ય તેટલું ઝડપી નિરાકરણ લાવી શકે તે માટે એક ધારાસભ્યએ એક વોટ્સ એપ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ વોટ્સ એપ નંબરમાં આ મત વિસ્તારનો કોઈ પણ નાગરિક જે તે સમસ્યાનો ફોટો, ડીઝીટલ લોકેશન,ફરિયાદ કરનારનું નામ અને કોન્ટેક્ટ નંબર સાથેની વિગત મોકલવાની રહેશે આ વોટ્સ એપ હેલ્પ લાઈન નંબર 8758013433 રહેશે આ નંબર પર માત્રે મેસેજ મોકલી શકાશે જેથી વાત ચિત માટે કોલ ન કરવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું છે

