વડોદરામાં ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજની સ્થિતિ ને લઇ ચર્ચા શરુ થઈ હતી રાજ્ય સરકાર પણ જાણે આ દુર્ઘટના બાદ પોતાની આબરૂ બચાવવા તમામ જિલ્લાઓના બ્રિજની સ્થિતી ચકાસણી કરવા અને તાત્કાલિક રિપોર્ટ કરી જોખમી બ્રીજ બંધ કરવા સુચના આપી હતી જેના પગલે મોરબી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ, સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તકના તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી અંદર આવતા વિવિધ બ્રિજની સ્થિતિ ની ચકાસણી શરુ કરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયતના 76 બ્રીજ માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 24 મેજર અને 48 માઈનોર બ્રીજના અને નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તકના અલગ અલગ બ્રીજ ચકાસણી કરવામાં આવી હતી નેશનલ હાઈવે હસ્તકના બ્રીજની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી હતી જે અંગેની માહિતી વિડીયો કોન્ફરન્સ થકી આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગ સ્ટેટ ના કાર્યપાલક ઈજનેરે દિગ્વિજય સોલંકીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં 24 મેજર બ્રીજ તેમજ ૪૮ માઈનોર બ્રીજ આવેલ છે જેમની કન્સલટન્ટ ટીમ ડિઝાઇન તેમજ અન્ય ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી તમામ બ્રિજની ચકાસણી પૂર્ણ થઈ છે ૨૪ પૈકી 3 બ્રિજ માળિયા નજીક મચ્છુ નદી પરનો બ્રિજ, વાંકાનેર ના કુવાડવા નજીક નો બ્રિજ તેમજ હળવદ નાં કોયબા બ્રિજ સ્થિતિ ખરાબ હોવાથી હાલ તેને તાત્કાલિક ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તકના બ્રિજ પૈકી 6 નવા બ્રીજ મંજુર થયા છે. માળિયા મિયાણા શહેર નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજ વાંકાનેરના સિંધાવદર નજીક નો બ્રિજ અને હળવદ તાલુકામાં બ્રાહ્મણી અને હળવદ સરાને જોડતા રોડ પર ના કોઝ વે ના બદલે મેજર બ્રીજ, હળવદ ટીકર પરના રોડ પરના કોઝ વે પર નવા બ્રિજ મંજુર થયા છે મયુર નગર રાયસંગપર નો સમાવેશ થાય છે આ તમામ બ્રીજ માટે અંદાજીત 100 કરોડથી વધુની રકમ મંજુર થઇ છે ચોમાસા દરમિયાન તમામ બ્રિજના પ્લાન્ટ એસ્ટીમેટ,નકશા મંજુરી, ટેન્ડર પ્રકિયા સહિતની કામગીરી કરવામાં આવશે અને ચોમાસા બાદ આ તમામ બ્રીજ ના કામ શરુ થશે
માર્ગ મકાન વિભાગ પંચાયત ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના 76 જેટલા પંચાયત હસ્તકના બ્રિજ છે જેની ગત તા 12 અને 13 ના રોજ વિઝીટ કરવામાં આવી હતી અને તમામ બ્રિજ ની સ્થિતિ તપાસવામાં આવી હતી હાલ તમામ નો રીપોર્ટ આવવાનો બાકી છે ચકાસણી દરમિયાન એક બ્રીજ ને તોડી નવો બનાવવની જરૂર પડતા સરકાર દ્વારા તેના માટે રૂ 3 કરોડની ગ્રાન્ટ મંજુર કરી

