ગુજરાતમાં વિવિધ કીમિયાઓ કરીને ઈંગ્લીશ અને બીયરના જથ્થા ધૂસાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ તમામ પ્રયત્નો પર પોલીસની બાજ નજરથી છટકી શકે તેમ ન હોય તેવી જરીતે હળવદના નવા દેવળિયા નજીક રોડ પર બટાટાની બોરીઓની આડમાં બીયરનો જથ્થો SMCએ ઝડપી પાડ્યો હતો. SMCએ આ દરોડામાં 8298 બીયરના ટીન કિંમત રૂ.- 18,25,560 સાથે ટ્રક કિમત રૂ.- 10 લાખ એમ કુલ મળી રૂ.-28.37 લાખનો મુદામાલ સાથે એક આરોપી ની ધરપકડ કરી છે. સાથે જ માલ મંગાવનાર અને મોકલનાર સહિતના આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો છે અને મુદામાલ હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ, હળવદ-માળીયા હાઇવે પર નવા દેવળિયા નજીક બટાટાની આડમાં બીયરના ટીન ભરેલો ટ્રક પસાર થતો હતો અને તે દરમિયાન SMCએ ટ્રકની તલાશી લેતા તેમાંથી બીયરના ટીન 8298 કિંમત રૂ.- 18,25,560 સાથે ટ્રક કીમત રૂ. 10 લાખ એમ કુલ મળી રૂ.-28.37 લાખના મુદામાલ સાથે આરોપી મુકેશ પુનામાંરામ જ્ન્ગું રહે. રાજીવ નગર જી. જાલોર રાજસ્થાનવાળાની ધરપકડ કરી છે, જયારે બીયર મોકલનાર, ટ્રકનો માલિક અને માલ મંગાવનાર સહિતનાઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

