રાજ્ય સરકાર દર વર્ષે શૈક્ષણિક સત્રની શરુઆતમાં તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રા શાળાઓમાં વધુને વધુ નવા બાળકોનો વધુને વધુ પ્રવેશ થાય ખાસ કરીને છેવાડાના ગરીબ અને જરૂરિયાત પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે અને તેના થકી શાળામાં આવતા બાળકોને ઉત્સાહ સાથે જરૂરી સ્ટેશનરી શૈક્ષણિક કીટ અને યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય છે
મોરબી જિલ્લામાં અલગ અલગ શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે મોરબીની જવાહર શાળા મા શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતું જેમાં ધોરણ 1 ના બાળકો અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમા ધોરણ 1ના 42 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. અને ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા મા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ NMMS, CET, અને જ્ઞાનસાધના જેવી પરીક્ષા માં મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ધોરણ 1 ના 42 બાળકોને સ્કુલકીટ ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણા દ્વારા દાન આપવામાં આવેલ જે એમના દિવંગત પુત્ર મધુવન ના સ્મરણાર્થે દાન કરવામાં આવેલ તેમજ 40 વિદ્યાર્થીઓ ને ઇનામ આપવામાં આવેલ જે ઇનામના દાતા ઉભડિયા દિનેશભાઇ મોહનભાઇ હતા .

