HomeGujaratટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી ફરાર આરોપી મિતાણા ચોકડીથી ઝડપાયો

ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી ફરાર આરોપી મિતાણા ચોકડીથી ઝડપાયો

ટંકારાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ગત તા.-08/03/2025ના રોજ ક્રેટા કારમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી કુલ કિં રૂ. 7,39,930નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો. જે ગુનામાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાનું નામ ખુલવા પામેલ હોય જે આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતા છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે આરોપી હાલમાં ટંકારા તાલુકાના મિતાણા ચોકડી પાસે આવેલ હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટાફે તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી પ્રોહીબીશનના ગુનાના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW