હળવદ તાલુકાના દેવળીયા ગામના ખેડૂતોનાં ઉભા પાકમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા પાણી નિકાલ માટે હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. હળવદના દેવળીયા પાસે વેસ્ટન કન્ટેનર યાર્ડનું છેલ્લા દોઢેક વર્ષથી કામગીરી ચાલી રહી છે અને આ કન્ટેનર યાર્ડ દ્વારા વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેતાં તેમજ યાર્ડમાં માટી નાંખીને જમીન ઊંચી ઉપાડી લેતા આસપાસના ખેડૂતોના પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે જેથી કરીને 150થી વધુ વીઘા જમીનમાં તૈયાર ઊગી નીકળેલો પાક મુરજાવાને આરે છે અને જે બાબતે અગાઉ વેસ્ટર્ન કન્ટેનર યાર્ડના સત્તાધીશોને ખેડૂતોએ પાણી નિકાલ માટે અવારનવાર રજૂઆત કરી હતી,
પરંતુ કન્ટેનર યાર્ડના સત્તાધીશોને જાણે પાવર ચડી ગયો હોય તેવું વર્તન કરી મનમાંની ચલાવી ખેડૂતોને થાય તે કરી લેવાની ધમકી આપી ડરાવી રહ્યા છે અને જે બાબતે આજે દેવળિયા ગામના ખેડૂતોએ હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સાથે જ મોરબી જિલ્લા કલેકટર ,જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી ,તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પીઆઇ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

