- મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જે રીતે બાકી વેરા વસુલાત માટે જે રીતે સક્રિયતા દાખવી છે, તેના કારણે વેરા વસુલાતની કામગીરી ઝડપી બની છે અગાઉ 8 મહિનામાં જેટલી રકમ વસુલાત ન હતી થતી તેટલી રકમ છેલ્લા 2 મહિનામાં થઇ રહી છે. મહાનગર પાલિકા દ્વારા રૂ. 10 હજારથી લઈને બાકી વેરા વસુલાત હોય તેવા મિલકત ધારકોને નોટિસ તેમજ મોટી રકમ બાકી હોય તેવા આસામીઓની મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી તાજેતરમાં મનપા એ 7 મિલકત ધારકની મિલકત સીલ કરી હતી.
જે બાદ 3 મિલકત ધારક વેરો ભરવા પહોચ્યા હતા અને લગભગ 70 હજાર જેટલો વેરો ભરી સીલ ખોલવ પ્રકિયા હાથ ધરી છે બીજી તરફ 4 મિલકત ધારક હજુ પહોચ્યા નથી જો આ મિલકત ધારક તેનો વેરો ભરપાઈ નહી કરે તો તેમની મિલકતની હરાજી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી નગર પાલિકાએ ધડાધડ વેરા ભરપાઈ થઇ રહ્યા છે. છેલ્લા એક એપ્રિલથી 4 જુન સુધીમાં 3750 આસામીઓને વેરો ભરપાઈ કરવા નોટીસ ફટકારી હતી. જેની અસર જોવા મળી હતી અને માત્ર બે મહિના સમયમાં મનપાને રૂ 6.45 કરોડની હાઉસ ટેક્સથી આવક થઇ છે, મનપા દ્વારા વેરો વસુલાતની કામગીરી જે ઝડપ થી કરી છે તે જોતા આગામી સમયમાં વધુ વેરો ભરપાઈ થવાની આશા સેવાઈ રહી છે.
E NAGAR વેબસાઈટનું સર્વર ડાઉન હોવાથી વેરો ભરવામાં હાલાકી થાય છે. મહાનગરપાલિકાનો વેરો ભરવામાં મનપા હાલ E NAGAR સોફ્ટવેરનો ઉપયોગ કરે છે જે રાજ્યની તમામ નગરપાલિકાનો ઉપયોગ ક્રરતું હોવાથી ઓફીસ કામગીરી દરમિયાન અવાર નવાર સર્વર ડાઉન થવાની ફરિયાદ રહેતી હોય છે અને આ કારણે જયારે મિલકત ધારક વેરો ભરવા આવે ત્યારે તેમને ધક્કા થતા હોવાની પણ ફરિયાદ રહેતી હોય છે આ પરિસ્થિતિનો નિકાલ લાવવો પણ જરૂરી છે.
મોરબી મહા નગર પલિકા બન્યા બાદ જે રીતે વેરો વસુલવામાં મનપા તંત્ર કડકાઈ દાખવી રહ્યું છે તેટલી જ કડકાઈ ડોર ટુ દોર કચરા કલેક્શનનો વ્યાપ વધારવા અને શહેરના તમામ વિસ્તારમાં કામગીરી શરુ થાય ડ્રેનેજની લાઈન ઉભરાવવા પીવાના પાણીની લાઈનમાં ગંદુ પાણી ભળી જવાની ઘણા વિસ્તાર એવા છે, જ્યાં પુરતું પાણી ન મળવાની ફરિયાદ વધી છે ત્યારે તંત્ર આ કામગીરીમાં સુધારો કરે શહેરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટ, ચોક વિસ્તારમાં લાગેલા હાઈમસ્ટ ટાવર તેમજ વોર્ડ વિસ્તારની મોટાભાગની સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે ત્યારે જે રીતે લોકો પાસેથી વેરો ઉઘરાવવાની કામગીરીમાં ઝડપ દાખવે તેવું પણ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

