વાંકાનેર વિશીપરા શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન રાઠોડ નામની યુવતીને તેની માતાએ ધરકામ બાબતે સવારના ઠપકો આપેલ હોય જે બાબતે મમ્મી-દીકરી વચ્ચે બોલાચાલી થયેલ હોય જે કારણે હેતલને મનમાં લાગી આવતા પોતાની જાતે ગઈકાલના રોજ ધરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
હળવદના ડુંગરપુરમાં રહેતા પુજાબેન દિનેશભાઇ આકરીયા નામની સગીરા ગત તા.-21/05/2025ના રોજ ડુંગરપુર ગામ સરકારી સ્કુલની બાજુમા આવેલ દિનેશભાઇ સોમાભાઇ આકરીયાની લીંબુના બગીચા વાળી વાડીએ કોઇપણ અગમ્ય કારણોસર લીબુના બગીચામાં ઉગેલ ખડમાં છાટવાની દવા ભરેલ ગ્લાસમાથી થોડી દવા પી જતા ઝેરી દવાની અસર થતા મોરબી ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમાં દાખલ કરેલ અને ત્યા ચાલુ સારવાર દરમ્યાન તા.28/05/2025ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

