HomeGujaratમાળિયા નજીક યુવક પર ફાયરીંગની ઘટનાનો ભેદ ઉકેલાયો દેવું વધી જતા લેણદારોથી...

માળિયા નજીક યુવક પર ફાયરીંગની ઘટનાનો ભેદ ઉકેલાયો દેવું વધી જતા લેણદારોથી બચવા યુવાને પોતાના પર જ કરાવ્યું ફાયરીંગ

માળિયાના મોટા દહીસરાથી નવલખી જતા રોડ પર ગત તા 20ના મોડી રાત્રે મોરબીના પ્રમુખ સ્વામી એપાર્ટમેન્ટમાં રહેતા તરુણ ઉર્ફે ગોપાલ હંસરાજ ગામી નામના યુવક પર બે અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યા હોવાની ઘટના બની હતી જેમાં તરુણને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસે આ ઘટનામાં જે તે સમયે ફરિયાદ નોધી તપાસ શરુ કરી હતી અને ફાયરીંગની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો ઘટના બાદ પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો ત્યાના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ શરુ કરતા બે શંકાસ્પદ શખ્સ સામે આવ્યા હતા. જેની તપાસ કરતા એકનું નામ પરેશ ગોપાલભાઈ ઉઘરેજા અને અન્ય એક શખસનું નામ મકસુદ મહમદભાઈ   નકુમ નામના શખ્સની ઓળખ થતા તેની શોધખોળ શરુ કરતા તેની ધરપકડ કરી હતી અને તેની આગવી ઢબે પૂછ પરછ કરતા ખુદ ભોગ બનનાર તરુણે જ પોતાના પર ફાયરીંગ કરાવ્યા હોવાનું અને તેના માટે બે શખ્સને રૂ 3 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેમાંથી 1.50 લાખ ફાયરીંગ પહેલા ચૂકવી દીધા હતા પોતાના પર ફાયરીંગ કરાવવાનું કારણ સામે આવ્યું છે જેમાં યુવક પોતે દેવામાં ડૂબેલો હોય અને લેણદારો ઉઘરાણી કરતા હોવાથી રૂપિયા ચુકવવા ન પડે તે માટે આખું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં પોલીસે જેનાથી ફાયરીંગ થયું હતું તે હથીયાર આરોપીઓને આપેલા રૂપિયા માંથી 1.10 લાખ રોકડા 3 મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW