મોરબીના ફાટસર ગામે રહેતા મુન્નાભાઇ કેગુભાઇ ગાવડ નામના યુવાને ગઈકાલના રોજ કોઇ કારણસર પોતાના ઘરમાં પોતાની જાતે પંખા સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

