મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે જુના બસ સ્ટેન્ડ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં રિક્ષા સ્ટેન્ડમાં નોટ નંબરીનો જુગાર રમતા મીનપ્રસાદ વસંતપ્રસાદ ભુશાલ, સાગરપુરી નીતીનપુરી ગૌસ્વામી, ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર અને મહમદભાઇ જીવાભાઇ પરમારને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી મળેલ કુલ રૂ.- 2700નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

