સુરેન્દ્રનગર જિલ્લાના ઉંટડી ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમારે આરોપી શુભમ હિરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા અને રિનલબેન હિરાલાલ પનારા રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી-05 તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદીની દિકરી કિંજલના લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમાં ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરુર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગ્યા હતા. ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા જેથી આ બાબતે ફરીયાદીની દિકરી કિંજલને કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા જે ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

