HomeGujaratમોરબીવાસીઓ ત્રણ દિવસ પાણી સાચવીને વાપરજો,14 અને 15 બે દિવસ સુધી પાણી...

મોરબીવાસીઓ ત્રણ દિવસ પાણી સાચવીને વાપરજો,14 અને 15 બે દિવસ સુધી પાણી કાપ ઝીકાશે

મોરબીના મચ્છુ 2 ડેમમાં હાલ દરવાજા રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી ના કારણે ડેમના દરવાજા ખોલી ડેડલાઈન સુધી પાણીનો સ્ટોક ખાલી કરવામાં આવ્યો છે અને પીવાના પાણી માટે ફ્લોટિંગ પંપથી પાણી ખેચી શહેરના વિવિધ વિસ્તારમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે મચ્છુ 2 ડેમમાં હાલ 10 પંપથી પાણી ખેચી પમ્પિંગ સ્ટેશન સુધી પહોચાડવામાં આવતું હતું જોકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છેવાડાના વિસ્તારમાં પાણી ન મળતું હોય અને તેના કારણે વધુ પંપ મૂકી પાણી ખેચી પમ્પિંગ સ્ટેશન સુધી પહોચાડવા પાણી પુરવઠા અધિકારીઓને સુચના આપતા પાણી પુરવઠા વિભાગ દ્વારા વધુ બે પંપ મુકવાની કામગીરી કરી રહ્યા છે જોકે અ પંપ મુકવા કરવા વીજ પુરવઠાનું શટ ડાઉન લેવું જરૂરી છે અને તા 14 સવારે 8 થી રાત્રી 8 સુધી કામગીરી કરાશે અને વીજ પુરવઠો ન હોવાથી પાણી ઉપાડી શકાય તેમ ન હ્વોવાથી મોરબી મહાનગર પાલિકા દ્વારા અગામ 14 મેના બપોરે 12 કલાકથી તા 15ના સવાર 6 સુધી પાણી વિતરણ બંધ રહેશે તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ ફરી એકવાર વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલવા 48 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા હોવાથી 15 અને 16 સુધી પણ વિતરણ વ્યવસ્થા અનીયમિત રહે તેવી શક્યતા નાયબ કમિશ્નરે જણાવ્યું હતું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW