મોરબી નજીક આવેલા નાની વાવડી ગામના નકલંક ધામ મુકામે તા 06/05 ને મંગળવારે રાત્રે 9:00 કલાકે રામદેવપીર મહારાજના ત્રીજો પાટોત્સવની ઉજવણી કરાશે. આ પ્રસંગ નિમિત્તે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરાયું છે . આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિધ્ધ કલાકારો પધારશે જેમાં ગાયક કલાકારો: ધવલ બારોટ, હિતેશ ગિરી, મિલન પટેલ, સરોજબેન નાગલા અને તબલા વાદક ગુજરાતમાં જેનું નામ છે એવા અશોક ગોંડલીયા, બેંજો, મેહુલ મકવાણા. નકલંક ધામ નાની વાવડી વ્યવસ્થાપક કમિટી દ્વારા આ પ્રસંગમાં હાજરી આપવા લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

