મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી મળેલ કે, એક ઇસમ સરતાનપર રોડ રીચ સિરામીક વાળો છે, જે ઇસમ પાસે એક હીરો એક્સટ્રીમ બાઈક છે. જેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી તે મોટર સાયકલ ઇસમે ચોરી કે છળકપટથી મેળવેલ છે. જે ઇસમ સરતાનપર રોડ વાંકાનેર હાઇવે તરફ નિકળનાર હોય તેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાં ઇસમ મળી આવતા તેની પાસે આ બાઈકના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે બાઈક બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ જેના સાચા નંબર RJ-125-Z-2725 વાળા આ બાઈક ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-106(1) મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમ કાલા દીવાનભાઈ ગુજરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

