HomeNationalજમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ આંક 27 થયો, બારામુલ્લા જિલ્લામાં સેના...

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ આંક 27 થયો, બારામુલ્લા જિલ્લામાં સેના ઘૂસણખોરી નિષ્ફળ બનાવી

મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ પામનાર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 27 સુધી પહોંચી ગયો છે. ગૃહ મંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચી રાજ્ય પાલ, સીએમ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સમગ્ર ઘટનાની ઊંડાણ પૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત તમામ મૃતકને શ્રધ્ધાંજલિ આપી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.

આ આતંકી હુમલાની જવાબદારી લશ્કર એ તૈયબાના ધ વિંગ ઓફ રેસિસ્ટેન્ટ દ્વાર લેવામાં આવી છે. હાલ આ ઘટના બે વિદેશી આતંકી અને બે સ્થાનિક આતંકી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સેનાએ ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા ઘૂસણ ખોર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ઘૂસણખોરી કરતા તત્ત્વોને ઠાર કરી ઘૂસણ ખોરી કરતા અટકાવ્યા હતા. બારામુલ્લા જિલ્લામાં, સુરક્ષા દળોએ થોડા સમય પહેલા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો અને ચાલુ કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો, દારૂગોળો અને અન્ય યુદ્ધ જેવા ભંડાર મળી આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW