માળીયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળિયાની સરકારી હોસ્પીટલ જવાના રસ્ત્તા પાસે વર્લી ફીચરનો જુગાર રમતો આમીનભાઈ ઉર્ફે હાજી જાનમામદભાઈ જેડા નામના શખ્સને પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી રોકડ રૂ 10,400 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.- 12,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

