HomeGujaratમોરબીના લાલપર પાસેથી પોશડોડાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના લાલપર પાસેથી પોશડોડાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબીના વાવડી રોડ પર આવેલ સૌમૈયા સોસાયટીમાં રહેતા માધાભાઈ કારાભાઇ ટોયેટા નામનો ઇસમ GJ-36-AG-1845 નંબરના બાઈકના હુકમાં થેલીઓમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવનાર છે, તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ લાલપર નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઇવે પર વોચમાં હોય દરમિયાન તે ઇસમ વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોસડોડાનો જથ્થા સાથે સ્થળ પર મળી આવતા પોલીસે પુછપરછ કરતા પોતે વધુ જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખેલ હોવાનું કબુલ કર્યું હતું. જે બાદ પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી પણ માદક પદાર્થ પોસડોડાનો જથ્થો મળ્યો હતો. તે શખ્સ પાસેથી 3 કિલો 19 ગ્રામ પોશડોડાનો જથ્થો, 1 કિલો 210 ગ્રામ પોશડોડાનો પાવડર, રોકડ રૂ.- 4500, 1 મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ.- 72,700નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી માધાભાઈ ટોયેટા વિરુદ્ધ એનડીપીએસની કલમો હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW