મોરબી જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં તેમની ડિમાન્ડ મુજબનો વેરો વસૂલ કરવામાં આવે તેવી કામગીરી કરવા જરૂરી સૂચના આપવામાં આવી રહી છે. અનેક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ દ્વારા ઉઘરાણી બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.અનેક ગામમાં મિલકત ધારકોવરો ભરપાઈ કરી રહ્યા છે.જોકે કેટલાક બેદરકાર મિલકત ધારકોને ઉઘરાણી કરવા છતાં તેઓ વેરો ભરપાઈ કરવા પહોંચ્યા નથી આવી તલાટી મંત્રી દ્વારા મોટી રકમ લેવાની બાકી હોય તેમને વારંવાર નોટિસ આપી ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં વેરો ન ભરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
મોરબી સહિત દેશભરમાં બોગસ ટોલનાકા પ્રકરણમાં ચર્ચામાં આવેલા વાઇટ હાઉસ સિરામિક ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વઘાસિયા ગ્રામ પંચાયતની હદમાં આવતા આ ગામનો છેલ્લા ઘણા સમયથી તેનો વેરો ભરપાઈ કર્યો નથી આ બાબતે વઘાસિયા ગામના તલાટી મંત્રી દ્વારા રૂ .75 હજારની રકમ વેરા પેટેની બાકી હોય જે ભરપાઈ કરવા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ફેક્ટરીના સંચાલકો દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે ગામના તલાટી મંત્રી મહેશ ભાઈ વોરા ફેક્ટરીમાં વેરો લેવા 10 થી વધુ વખત ધક્કા ખવડાવ્યા હોવાનું તેમજ ખુદ જિલ્લા પંચાયતના પંચાયત વિભાગના ચીટનીશ વિપુલભાઈ જીવાણી અને વિસ્તરણ અધિકારી ડેનિશ ભાઇ ઝીલરીયા પણ ઉઘરાણી માટે વારંવાર વાયદા કરી ધક્કા કરાવતા હોવાનું સામે આવ્યું છે. પંચાયત દ્વારા આગામી દિવસમાં જો વેરો ભરવામાં નહિ આવે તો સીલ કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે.

