HomeGujaratમોરબીમાં નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ તો બીજા શખ્સે નાની બહેનની...

મોરબીમાં નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ તો બીજા શખ્સે નાની બહેનની છેડતી કરી બન્ને સામે ગુનો દાખલ

મોરબી શહેરમાં ગરીબ પરિવાર માંથી આવતી સગીરાને એક શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ની તેમજ અન્ય એક સગીર દીકરી સાથે પણ અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. જેથી અંગે સગીરાની માતાએ બંને આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે આધારે પોલીસે પોક્સો એકટ અને દુષ્કર્મની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના એક પરિવારની સગીરાને સલીમ તાજુદ્દીન બ્લોચ નામના શખ્સે તેની 17 વર્ષીય દિકરીને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત અન્ય એક આરોપી મિલન દિનેશ રાઠોડ સાથે મળી 13 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે બન્ને આરોપીઓ વીરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW