HomeGujaratમોરબીની મેડિકલ કોલેજની કામગીરી પૃર્ણતાના આરે જુલાઈ સુધીમાં કબજો મળશે

મોરબીની મેડિકલ કોલેજની કામગીરી પૃર્ણતાના આરે જુલાઈ સુધીમાં કબજો મળશે

સિરામિક સીટી મોરબીને મનપા મળ્યાની સાથે સાથે વિકાસની દોટમાં આગળ વધવાનું નવું બળ મળે તેવા મેડિકલ કોલેજના નજરાણાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

મોરબી જિલ્લાના લોકોને આરોગ્ય લક્ષી સારવાર અને અભ્યાસ સહિતની સુવિધાઓ માટે જામનગર, રાજકોટ કે અમદાવાદ ન જવું પડે તે માટે મોરબી રાજકોટ હાઇવે પર મેડિકલ કોલેજ, હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર, સિવિલ હોસ્પિટલ સહિતનું બાંધકામ 1,25,668 ચોરસ મીટર વિસ્તારમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે. મેડિકલ કોલેજનું કામ ઓક્ટોબર 2022થી શરૂ થયું હતું. જેની કામગીરી જુલાઈ સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જવાની સંભાવના છે. બીજી તરફ સિવિલ હોસ્પીટલની કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ચાલી રહેલા કામ અંતર્ગત કોલેજ બિલ્ડિંગ 29,320 ચોરસ મીટર, હોસ્પિટલ બિલ્ડિંગ 52,245 ચોરસ મીટર, બોયઝ હોસ્ટેલ 10,500 મીટરમ, અને ગર્લ્સ હોસ્ટેલ 10,500 ચોરસ મીટર વિસ્તારમાં બનશે અને આ ઉપરાંત બાકીની જગ્યામાં 2 BHK, 3BHK, 4BHK સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે.

વિશાળ પરિસરમાં આગામી સમયમાં આટલી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મેડિકલ કોલેજ, હોસ્ટેલ ક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સહિતનું 1,25,668 ચોરસ મીટર વિસ્તારમાં બની રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી જુલાઇ કે સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે. આ કોલેજમાં 4 લેક્ચર હોલ, 8 લેબ, ડેમો હોલ, 100 સ્ટુડન્ટની કેપેસિટી મ્યુઝિયમ સ્ટાફ રૂમ, એડમિન રૂમ, મલ્ટી પર્પઝ હોલ, કેન્ટીન, લાયબ્રેરી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. તો બીજી તરફ આવતા વર્ષ સુધીમાં તૈયાર થનારી સિવિલ હોસ્પિટલમાં 430 બેડની ક્ષમતા છે, સાથે વિશાળ ઓપીડી, આઇપીડી, આઇસીયુ, જનરલ વોર્ડ, સ્પેશ્યલ વોર્ડ, મોડ્યુલર ઓપરેશન વોર્ડ, વેઇટિંગ એરિયા સહિત અલગ અલગ વિભાગો બનાવવામાં આવનાર છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW