મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ શિવ પાર્ક-2માં આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાળીયા તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરતો હતો. જે માહિતી આધારે પોલીસે પીપળી ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપીના રહેણાંક મકાનમાંથી 57 વ્હીસ્કીની બોટલો કુલ રૂ.- 32,034નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપીને પકડી લીધો હતો. જે બાદ આરોપીની પૂછપરછ કરતા અન્ય એક જયરાજભાઈ ખાચરનું નામ સામે આવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

