HomeGujaratમોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી ટ્રાફિક...

મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી ટ્રાફિક પોલીસ

મોરબી જીલ્લામાં તા. 07/03/2025 થી તા. 16/03/2025 દિન-10 ની લેન ડ્રાઇવિંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ સેડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવી.

તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સૂચના બાપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધી માટે એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્વારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો થતા અટકાવી શકાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW