HomeGujaratવાંકાનેરના પાંચ દ્વારકા ગામે ફૂડ પોઈઝનિગની 5ને અસર, એકનું મોત

વાંકાનેરના પાંચ દ્વારકા ગામે ફૂડ પોઈઝનિગની 5ને અસર, એકનું મોત

વાંકાનેરના પાંચદ્રારકા ગામની સીમમાં આવેલ મહમદહુશેનભાઇ જલાલભાઇ કડીવારની વાડીમાં રહી ખેત મજુરી કરતા અને મૂળ એમપીના વતની અનીલભાઇ છગનભાઇ ડાવરએ ગત તા.-06/03/2025ના રોજ સવારે બનાવેલાં ભોજન બપોરેના સમયે તેના પરિવાર સાથે ભોજન કર્યું હતું. જે બાદ જમવામાં કોઇ ઝેરી પદાર્થ આવતા (ફ્રુડ પોઇજનીંગ) ઝેરી અસર થતા માયાબેન અને અનિલભાઈને ઝાડા ઉલ્ટી થતા તેમજ અન્યને ઝાડા ઉલ્ટીની સામાન્ય અસર થઇ હતી. જ્યારે અનિલભાઈને વધારે અસર થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન અનિલભાઈનું મોત નીપજ્યું હતું. તેમજ તેના પરિવારના સભ્યોને વાંકાનેર સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે અનિલભાઈના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW