HomeGujaratમોરબી જિલ્લા પંચાયત પ્રમુખના બંગલો બહાર પાણીની રેલમછેલ વાહન ચાલકો પરેશાન

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના બંગલો બહાર પાણીની રેલમછેલ વાહન ચાલકો પરેશાન

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં એલ ઈ કોલેજ રોડ પર આવેલા જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા સામે આજે વહેલી સવારે મોટા પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા આમ તો અ દ્રશ્ય આ સ્થળ પર કાયમી રહે છે જોકે સામાન્ય રીતે આ પાણી પાણીની લાઈન લીકેજ હોય ત્યારે હોય છે જોકે શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખ ના બંગલા માંથી પાણીની રેલમ છેલ જોવા મળી હતી આમ તો આ બંગલામાં પ્રમુખ રહેતા નથી જોકે આજે અચાનક પાણીની રેલમ છેલ બંગલા માંથી થઇ રોડ પર આવી જતા વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો 

એક તરફ ઉનાળાના આગમન સાથે પાણી ની માંગ વધી ગઈ છે અને તેની સાથે કેટલાક વિસ્તારમાં પીવાના પાણીને લઇ ફરિયાદ વધી છે તેવા સમયે જિલ્લા પંચાયત પ્રમુખના બંધ બંગલામાં પાણી છૂટતા મોટા પાયે વેડફાટ જોવા મળ્યો હતો જોકે આ અંગે માર્ગ મકાન વિભાગ પંચાયત ના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવા એ તપાસ કરાવી જો પાણીની લાઈનમાં ભંગાણ હશે તો  રીપેર કરાવશે તેવો દાવો કર્યો હતો 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW